વર્ષ - વિકિપીડિયા
![](https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/cc/Solar_system_orrery_inner_planets.gif/330px-Solar_system_orrery_inner_planets.gif)
વર્ષ એ સમયનું એકમ છે, જે અંદાજે ૩૬૫¼ દિવસનું હોય છે, જે પૃથ્વી દ્વારા સૂર્યનું પરિભ્રણણ કરવામાં લાગતો સમય છે. ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષ એટલે ૧૨ મહિનાઓ અથવા ૩૬૫ દિવસનો સમય ગણાય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.